OFF-FIELD

માહિકા શર્માની પોસ્ટ પર હાર્દિક પંડ્યાએ વરસાવ્યા દિલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર Hardik Pandya ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે કારણ બન્યું છે અભિનેત્રી અને મોડલ Mahieka Sharmaનું તાજેતરનું ઇન્સ્ટાગ્રામ પોસ્ટ. માહિકાએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો શેર કરી હતી, જેના પર હાર્દિક પંડ્યાએ ખાસ પ્રતિક્રિયા આપી હતી.

હાર્દિકે માહિકાની પોસ્ટ પર ચાર રંગબેરંગી દિલવાળા ઇમોજી કોમેન્ટ કર્યા હતા. બસ પછી શું, સોશિયલ મીડિયા પર બંનેને લઈને ચર્ચાઓનો માહોલ ગરમાઈ ગયો. ફેન્સે આ કોમેન્ટને લઈને અલગ-અલગ અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું. કેટલાક યુઝર્સે બંને વચ્ચે ખાસ સંબંધ હોવાની અટકળો વ્યક્ત કરી, તો કેટલાકે આને માત્ર મિત્રતાભર્યો રિએક્શન ગણાવ્યો.

માહિકા શર્મા ટીવી અને મોડેલિંગ જગતમાં જાણીતું નામ છે. તે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને ફેશનબલ સ્ટાઇલ માટે ખાસ ઓળખ ધરાવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્દિક અને માહિકાનું નામ સતત સાથે જોડાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં બંને મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, જેના ફોટોઝ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા.

હાર્દિક પંડ્યાની વ્યક્તિગત જિંદગી પહેલાથી જ ચર્ચામાં રહી છે. નતાશા સ્ટાન્કોવિક સાથે અલગાવ બાદ હાર્દિકનું નામ અનેક સેલિબ્રિટીઓ સાથે જોડાતું રહ્યું છે. હવે માહિકા શર્મા સાથેની તેની નજીકતાને લઈને ફરી એકવાર ફેન્સમાં ઉત્સુકતા વધી ગઈ છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Exit mobile version