IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ટ્રાફિક નિયમો તોડવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તાજેતરમાં જ મુંબઈના રસ્તાઓ પર ભીડથી બચવા માટે તેના બોડીગાર્ડ સાથે બાઇક પર ડબિંગ કરવા આવી હતી. આ દરમિયાન તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. જે બાદ અનુષ્કાને સોશિયલ મીડિયા પર હેલ્મેટ વગર બાઇક ચલાવવાના કારણે એક તરફ ખરાબ રીતે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને વાહનચાલકને ભારે દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટ્રાફિક પોલીસે અનુષ્કા શર્માના બોડીગાર્ડ સોનુ શેખ પર હેલ્મેટ વિના બાઇક ચલાવવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. આ અંગે માહિતી આપતાં ખુદ મુંબઈ ટ્રાફિક પોલીસે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચલનની કોપી શેર કરી છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, કલમ 129/194, કલમ 5/180 અને કલમ 3 (1) 18 હેઠળ, અનુષ્કા શર્માના બોડીગાર્ડને હેલ્મેટ વિના બાઇક ચલાવવા બદલ ચલણ કરવામાં આવ્યું છે. મુંબઈ ટ્રાફિક પોલીસે અભિનેત્રીના બોડીગાર્ડને 10,500 રૂપિયાનું ચલણ મોકલ્યું છે. તે જ સમયે, મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ચલણ સબમિટ કરવામાં આવ્યું છે.
Challan has been issued under Sec 129/194(D), Sec 5/180 & Sec 3(1)181 MV act to the driver along with an fine of Rs. 10500 & been paid by the offender. https://t.co/aLp6JEstLO pic.twitter.com/Br0ByHZk4T
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2023

