OFF-FIELD

કેન વિલિયમસનની નિવૃત્તિથી ભાવુક બન્યા ન્યૂઝીલેન્ડના PM

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા સમગ્ર ક્રિકેટ જગતમાં ભાવુક માહોલ સર્જાયો છે. 16 વર્ષ સુધી બ્લેક કેપ્સનું ગૌરવ વધારનાર વિલિયમસનના આ નિર્ણય બાદ માત્ર ક્રિકેટરો જ નહીં પરંતુ દેશના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પણ તેને વિશેષ શ્રદ્ધાંજલિ આપી છે.

વડાપ્રધાન લક્સને સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને લખ્યું કે કેન વિલિયમસન માત્ર મહાન ક્રિકેટર જ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ માટે એક પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. તેણે પોતાના શાનદાર પ્રદર્શન, નેતૃત્વ અને રમતગમતની ભાવનાથી દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. PMએ તેના યોગદાન બદલ આભાર વ્યક્ત કરતાં ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

35 વર્ષીય વિલિયમસને પોતાની નિવૃત્તિ અંગે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેઓ આ નિર્ણય વિશે વિચાર કરી રહ્યા હતા અને હવે તેને લાગ્યું કે આ યોગ્ય સમય છે. તેણે કહ્યું કે તેઓ હંમેશા ન્યૂઝીલેન્ડ માટે પોતાનું સર્વસ્વ આપવા માંગતા હતા અને જ્યારે તે શક્ય ન રહે ત્યારે વિદાય લેવી જ યોગ્ય ગણાય.

વિલિયમસન પોતાના કરિયરમાં ન્યૂઝીલેન્ડના સૌથી સફળ બેટ્સમેન તરીકે ઓળખાય છે. તેણે 378 આંતરરાષ્ટ્રીય મેચોમાં 19,346થી વધુ રન બનાવ્યા, જેમાં 48 સદીનો સમાવેશ થાય છે. તેની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડે 2021માં પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો, જ્યારે 2019 વર્લ્ડ કપ ફાઇનલમાં પણ ટીમને પહોંચાડી હતી.

વિલિયમસનની નિવૃત્તિ બાદ વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ તેને wishes આપી છે. ક્રિકેટ ચાહકો માટે આ એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે, કારણ કે વિશ્વ ક્રિકેટના સૌથી સન્માનિત અને શાંત સ્વભાવના ખેલાડીઓમાંના એક ખેલાડીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

Exit mobile version