ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપની શરૂઆત પહેલા જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ દરમિયાન જાડેજાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોનું શીર્ષક છે ‘Back to Business’. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાડેજા પોતાને ફિટ રાખવા માટે દોડતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે એશિયા કપ 2023 માટે જાડેજાની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
તે પ્લેઈંગ 11માં પણ જોવા મળે તેવી શક્યતા છે. જાડેજા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ અને વનડે ટીમનો ભાગ હતો. જે બાદ તેને આરામ આપવામાં આવ્યો હતો. હવે તે એશિયા કપમાં રમતા જોવા મળી શકે છે.

