ભારતીય ક્રિકેટર રિંકુ સિંહની મંગેતર અને સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેઓ પોતાના રાજકીય અભિગમને લઈને ચર્ચામાં છે. પ્રિયા સરોજ નવી દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા, જ્યાં તેણે વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતના મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો.
પ્રિયા સરોજે જણાવ્યું કે તેઓ આ કાર્યક્રમમાં માત્ર સાંસદ તરીકે નહીં, પરંતુ યુવાનોના પ્રતિનિધિ તરીકે જોડાયા છે. તેણે કહ્યું કે વિદ્યાર્થીઓને અસર કરતા મુદ્દાઓને લઈને તેઓ સંસદથી લઈને રસ્તા સુધી લડત ચાલુ રાખશે. તેના ભાષણ દરમિયાન તેણે યુવાનોને એકતા જાળવી રાખવાની અપીલ પણ કરી હતી.
જંતર-મંતર પર ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ હાજર હતા. પ્રિયા સરોજે તેની મુલાકાત લઈને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી અને ચાલી રહેલા આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિયા સરોજે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે લોકો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયાસ થઈ શકે છે, પરંતુ યુવાનો અને વિદ્યાર્થીઓએ પોતાના અધિકારો માટે એકજૂટ રહીને સંઘર્ષ ચાલુ રાખવો જોઈએ. તેણે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં જોડાઈને સમર્થન આપવાની ખાતરી આપી.
ઉલ્લેખનીય છે કે પ્રિયા સરોજ અને ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યા છે. બંનેની સગાઈ બાદ પ્રિયા સરોજ હવે માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ જાહેર જીવનની વિવિધ ઘટનાઓને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. જંતર-મંતર પર તેની હાજરી બાદ સોશિયલ મીડિયા પર પણ તેની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થયા છે, જેના કારણે ફરી એકવાર તેઓ સમાચારોના કેન્દ્રમાં આવી ગયા છે.
सीजेपी प्रोटेस्ट को सांसद प्रिया सरोज का समर्थन
जंतर-मंतर पर प्रदर्शन कर रहे छात्रों को अब राजनीतिक समर्थन भी मिलने लगा है. समाजवादी पार्टी की सांसद प्रिया सरोज उनसे मिलने पहुंचीं और आंदोलन का समर्थन किया.#jantarmantarprotest #priyasaroj #samajwadiparty@PriyaSarojMP… pic.twitter.com/7ZxHGJ7iu0
— zingabad (@zingabad) July 14, 2026
सीजेपी प्रोटेस्ट को सांसद प्रिया सरोज का समर्थन
जंतर-मंतर पर प्रदर्शन कर रहे छात्रों को अब राजनीतिक समर्थन भी मिलने लगा है. समाजवादी पार्टी की सांसद प्रिया सरोज उनसे मिलने पहुंचीं और आंदोलन का समर्थन किया.#jantarmantarprotest #priyasaroj #samajwadiparty@PriyaSarojMP… pic.twitter.com/7ZxHGJ7iu0
— zingabad (@zingabad) July 14, 2026

