ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ર Rohit Sharma ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે તેના બેટથી નહીં, પરંતુ તેના એકદમ નવા લુકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. લંડનમાં રજાઓ માણી રહેલા રોહિતની પૂર્વ ભારતીય મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે મુલાકાત થઈ હતી. શાસ્ત્રીએ બંનેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાં જ તે વાયરલ થઈ ગઈ હતી.
તસવીરમાં રોહિત શર્મા ટ્રિમ કરેલી દાઢી અને લગભગ ક્લીન-શેવ લુકમાં જોવા મળ્યા હતા. અગાઉની સરખામણીએ તેઓ વધુ ફિટ અને સ્લિમ દેખાતા હોવાથી ચાહકોને તેમનો 2007ના ડેબ્યૂ સમયનો ચહેરો યાદ આવી ગયો. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે લખ્યું કે રોહિત હવે 10 વર્ષ નાના લાગી રહ્યા છે. કેટલાકે તો મજાકમાં કહ્યું કે તેઓ શુભમન ગિલ અને યશસ્વી જયસવાલ કરતાં પણ વધુ યુવાન દેખાય છે.
39 વર્ષીય રોહિત શર્માએ તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. લોર્ડ્સ ખાતે રમાયેલી નિર્ણાયક મેચમાં તેણે 110 બોલમાં 138 રનની ધમાકેદાર સદી ફટકારી હતી, જેમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો. જોકે ભારત તે મેચ 27 રને હારી ગયું હતું, તેમ છતાં રોહિતની આ ઇનિંગ્સે સાબિત કર્યું હતું કે તેઓ હજુ પણ મોટા મંચ પર મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે.
હવે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ રોહિત આરામના મૂડમાં છે અને સપ્ટેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ઘરઆંગણે રમાનારી વનડે શ્રેણી દ્વારા મેદાન પર વાપસી કરશે. ચાહકોને આશા છે કે નવો લુક માત્ર દેખાવમાં જ નહીં, પરંતુ આગામી મેચોમાં તેના પ્રદર્શન પર પણ સકારાત્મક અસર કરશે. સોશિયલ મીડિયા પર તેના નવા અવતારની તસવીરો હજુ પણ જોરદાર રીતે શેર થઈ રહી છે અને ક્રિકેટપ્રેમીઓ તેની આગામી ઇનિંગ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Former India head coach Ravi Shastri shared a picture with Rohit Sharma from London, calling it a chance meeting with a “relaxed Shaaaarma.” The post quickly went viral, with fans saying the India opener looked “10 years younger.” The photo comes amid speculation over Rohit’s ODI… pic.twitter.com/ylcAesNDHQ
— News18 (@CNNnews18) August 1, 2026

