પાકિસ્તાન ક્રિકેટ ટીમના દિગ્ગજ પૂર્વ ફાસ્ટ બોલર Wasim Akram આ દિવસોમાં હજ યાત્રા માટે મક્કા પહોંચ્યા છે. ત્યાંથી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાના પ્રખ્યાત બોલિંગ એક્શનના અંદાજમાં ‘શૈતાનને પથ્થર મારવાની’ ઇસ્લામિક વિધિ કરતા જોવા મળે છે. ક્રિકેટ ચાહકો માટે આ વીડિયો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
હજ દરમિયાન કરવામાં આવતી ‘રમી અલ-જમરાત’ વિધિમાં યાત્રાળુઓ પ્રતિકાત્મક રીતે શૈતાનને પથ્થર મારે છે. વસીમ અકરમે પણ આ વિધિ પોતાના અનોખા અંદાજમાં પૂર્ણ કરી હતી. વીડિયોમાં તેઓ લાંબી રન-અપ લીધા વગર પોતાના જાણીતા સ્વિંગ બોલિંગ એક્શન સાથે પથ્થર ફેંકતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ પળને “સુલતાન ઓફ સ્વિંગનો સ્પેશિયલ યોર્કર” કહીને મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
59 વર્ષીય વસીમ અકરમને ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન ફાસ્ટ બોલરોમાં ગણવામાં આવે છે. ડાબોડી ફાસ્ટ બોલર તરીકે તેણે પાકિસ્તાન માટે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં અનેક ઐતિહાસિક પ્રદર્શન કર્યા છે. તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 414 અને વનડેમાં 502 વિકેટ નોંધાયેલી છે. તેની સ્વિંગ બોલિંગ અને યોર્કર આજે પણ ક્રિકેટ જગતમાં યાદ કરવામાં આવે છે.
હાલમાં વસીમ અકરમ કોમેન્ટ્રી અને ક્રિકેટ વિશ્લેષક તરીકે પણ સક્રિય છે. હજ દરમિયાનનો તેનો આ અનોખો વીડિયો ક્રિકેટ અને સોશિયલ મીડિયા બંને દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
Wasim Akram throws stones at the devil in his iconic bowling style during Hajj. pic.twitter.com/gjmqkqlhPl
— Thakur (@hassam_sajjad) May 27, 2026

