OFF-FIELD

ગર્લફ્રેન્ડની રીલ રીપોસ્ટ કરતા વૈભવ સૂર્યવંશી ચર્ચામાં

ભારતીય ક્રિકેટનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ વખતે તેનું કારણ મેદાન પરનું પ્રદર્શન નહીં પરંતુ તેની સોશિયલ મીડિયા એક્ટિવિટી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વૈભવે ભારતીય ક્રિકેટર અભિષેક શર્માની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લૈલા ફૈસલના ઇન્સ્ટાગ્રામ રીલને પોતાના એકાઉન્ટ પરથી ફરી પોસ્ટ (રીપોસ્ટ) કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા યુઝર્સના જણાવ્યા અનુસાર, વૈભવ સૂર્યવંશીએ લૈલા ફૈસલની એક રીલને રીપોસ્ટ કરી હતી. જોકે થોડા સમય બાદ આ રીપોસ્ટ હટાવી દેવામાં આવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારબાદ કેટલાક યુઝર્સે તેના સ્ક્રીનશોટ શેર કર્યા અને દાવો કર્યો કે યુવા ક્રિકેટર લૈલાના સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખી રહ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટ્રોલિંગનો સિલસિલો શરૂ થયો.

ઉલ્લેખનીય છે કે અભિષેક શર્મા અને લૈલા ફૈસલે ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમ છતાં બંનેના સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને કેટલીક જાહેર હાજરીને કારણે તેઓ ડેટિંગ કરી રહ્યા હોવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. લૈલા ફૈસલ લંડનમાં અભ્યાસ કરેલી ફેશન ઉદ્યોગસાહસિક છે અને સોશિયલ મીડિયા પર પણ સારી લોકપ્રિયતા ધરાવે છે.

આ સમગ્ર મામલે વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અથવા લૈલા ફૈસલ – ત્રણેયમાંથી કોઈએ પણ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેથી સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. હાલમાં આ મુદ્દો માત્ર સોશિયલ મીડિયા ચર્ચા અને વાયરલ પોસ્ટ્સ સુધી જ મર્યાદિત છે, જ્યારે ક્રિકેટ ચાહકો આ સમગ્ર ઘટનાને લઈને સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Exit mobile version