ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર Yashasvi Jaiswal ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેના બેટિંગ પ્રદર્શનને કારણે નહીં, પરંતુ તેના પરિવાર પ્રત્યેના પ્રેમ અને સન્માનને કારણે. ફાધર્સ ડે 2026ના અવસરે યશસ્વીએ પોતાના પિતાને એક શાનદાર Mercedes-Benz SUV ભેટમાં આપી છે. આ ખાસ ક્ષણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
વાયરલ થયેલી તસવીરમાં યશસ્વી પોતાના માતા-પિતા સાથે નવી કાળી Mercedes-Benz SUVની બાજુમાં ઉભા જોવા મળે છે. કારને લાલ રંગની રિબનથી સજાવવામાં આવી હતી, જે આ પ્રસંગને વધુ ખાસ બનાવી રહી હતી. યશસ્વીના પિતા માટે આ ભેટ માત્ર એક લક્ઝરી કાર નથી, પરંતુ તેના પુત્રની સફળતા અને કૃતજ્ઞતાનું પ્રતિક છે.
અહેવાલો મુજબ યશસ્વીએ પોતાના પિતાને Mercedes GLA 200 મોડલની SUV ભેટ આપી છે. ભારતીય બજારમાં આ કારની કિંમત અંદાજે 55 લાખથી 65 લાખ રૂપિયા વચ્ચે હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે કારની કિંમત જાણીને ઘણા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
યશસ્વી જયસ્વાલનો ક્રિકેટ સુધીનો સફર સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. બાળપણમાં તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને તેના માતા-પિતાએ દરેક પગલે તેનો સાથ આપ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ યશસ્વીએ આ ખાસ ભેટ દ્વારા પિતાના ત્યાગ અને સમર્પણને સલામ કરી છે.
સોશિયલ મીડિયા પર ચાહકો યશસ્વીના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે સફળતા મળ્યા પછી પણ પોતાના મૂળ અને પરિવારને યાદ રાખવાની આ ભાવના ખરેખર પ્રેરણાદાયક છે. ફાધર્સ ડે પર આપવામાં આવેલી આ ભેટ યશસ્વી અને તેના પરિવાર માટે યાદગાર ક્ષણ બની ગઈ છે.
Yashashwi Jaiswal bought a MERCEDES BENZ guysss pic.twitter.com/py6zXujaXv
— vedika (@vedikabaisa) June 21, 2026

