બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેની ક્રિકેટ ટીમને અમીર બનાવી દીધી છે. શનિવાર, 14 સપ્ટેમ્બરના રોજ, પુરુષોની રાષ્ટ્રીય ટીમને આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન સામેની તેની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતવા બદલ 3.2 કરોડ બાંગ્લાદેશ ટાકા, જે ભારતીય રૂપિયામાં અંદાજે રૂ. 2.25 કરોડ છે, ઇનામી રકમ આપવામાં આવી હતી.
બાંગ્લાદેશની પુરુષ ક્રિકેટ ટીમ, જેણે તેના ઇતિહાસમાં એક પણ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું ન હતું, તેણે યજમાન ટીમને મોટો ફટકો આપ્યો અને ટેસ્ટ શ્રેણી 2-0થી ક્લીન સ્વિપ કરી. યુવા અને રમત મંત્રાલયના સલાહકાર મહમૂદ સજીબ ભુઈયાએ રાવલપિંડીમાં બંને ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનને હરાવનાર નઝમુલ શાંતોની કેપ્ટનશીપવાળી પુરૂષ ટીમને એવોર્ડ આપ્યો હતો.
BCBએ તેના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા જણાવ્યું કે, ‘બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતવા માટે 3.20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. BCB પ્રમુખ ફારુક અહેમદે યુવા અને રમત મંત્રાલયના સલાહકાર મહમૂદ સજીબ ભુઈયા પાસેથી બોનસ સ્વીકાર્યું. તેનો એક ભાગ પૂર પીડિતોની મદદ માટે દાનમાં આપવામાં આવશે.
બાંગ્લાદેશ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની શ્રેણીમાં ભારતનો સામનો કરવા માટે તૈયાર છે. બાંગ્લાદેશના કેપ્ટનને વિશ્વાસ છે કે ટીમ આગલી વખતે મેદાનમાં ઉતરશે ત્યારે જીતનો આત્મવિશ્વાસ ધરાવશે.
Bangladesh cricket team has been awarded BDT 3.20 crore for their historic Test series win against Pakistan. BCB preseident Faruque Ahmed accepted the bonus from Asif Mahmud, Advisor to the Ministry of Youth and Sports. A portion will be donated to help flood victims. pic.twitter.com/Fp1T81qsUi
— Bangladesh Cricket (@BCBtigers) September 14, 2024