1. રચિન રવિન્દ્ર:
ન્યૂઝીલેન્ડના આ યુવા ખેલાડીને IPL 2024માં CSK દ્વારા પ્રથમ વખત ખરીદ્યો હતો. જો કે હવે મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ આ ખેલાડીને બહાર કરવા અંગે વિચારી શકે છે. રચિને 2023ના ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારથી, ઘણી ફ્રેન્ચાઇઝીઓની નજર આ ખેલાડી પર હતી. જોકે, રચિન માટે આઈપીએલની ડેબ્યૂ સિઝન કંઈ ખાસ ન હતી. IPL 2024માં રચિને 10 મેચમાં 222 રન બનાવ્યા હતા.
2. મોઈન અલી:
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ આઈપીએલ 2024માં કંઈ ખાસ કર્યું નથી. છેલ્લી બે સિઝનમાં મોઈન અલીનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. આવી સ્થિતિમાં, મેગા ઓક્શન પહેલા મોઈન અલીનું ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી બહાર થવું નિશ્ચિત માનવામાં આવે છે. આઈપીએલ 2024માં મોઈને 8 મેચમાં માત્ર 128 રન બનાવ્યા હતા. જો મોઈનની બોલિંગની વાત કરીએ તો તેણે માત્ર 2 વિકેટ લીધી હતી.
3. અજિંક્ય રહાણે:
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ સિઝનમાં રહાણેના બેટમાંથી કોઈપણ પ્રકારની એક પણ ઈનિંગ્સ જોવા મળી નથી. રહાણેએ 13 મેચ રમી હતી, જેમાં તેના બેટથી માત્ર 242 રન જ બન્યા હતા. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ તેને આગામી સિઝન માટે જાળવી નહીં રાખે.