ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. સ્ટાર બેટર Virat Kohli ઈજાના કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોહલી હેમસ્ટ્રિંગની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને તેથી તેને આરામ આપવામાં આવ્યો છે.
વિરાટની ગેરહાજરીથી ટીમના બેટિંગ વિભાગને મોટો ઝટકો લાગ્યો છે, પરંતુ ચિંતાની વાત એ છે કે Rohit Sharma અને Hardik Pandyaના રમવા પર પણ હજુ સસ્પેન્સ યથાવત છે. બંને ખેલાડીઓને અગાઉ જાહેર કરાયેલી ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તેમની પસંદગી ફિટનેસ ક્લિયરન્સને આધીન રાખવામાં આવી હતી. જો તેઓ ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકે તો તેઓ પણ સિરીઝમાંથી બહાર રહી શકે છે.
અફઘાનિસ્તાન સામેની આ વનડે શ્રેણી ભારત માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આગામી મોટા ICC ટૂર્નામેન્ટ્સ માટે ટીમના સંયોજનને પરખવાની આ સારી તક છે. આવી સ્થિતિમાં વિરાટની ગેરહાજરી અને રોહિત-હાર્દિક અંગેની અનિશ્ચિતતાએ ટીમ મેનેજમેન્ટની ચિંતાઓ વધારી દીધી છે.
હાલમાં ટીમની કમાન Shubman Gillના હાથમાં છે અને જો સિનિયર ખેલાડીઓ ઉપલબ્ધ નહીં રહે તો યુવા ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવાની મોટી તક બની શકે છે. જોકે ચાહકો આશા રાખી રહ્યા છે કે રોહિત અને હાર્દિક સમયસર ફિટ થઈ જાય જેથી અફઘાનિસ્તાન સામે ભારત સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી શકે.
🚨 VIRAT KOHLI RULED OUT OF THE ODI SERIES AGAINST AFGHANISTAN. 🚨
– Virat has been ruled out due to hamstring injury. (PTI). pic.twitter.com/GrDisu31hd
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2026
