ભારતે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે લંચ સમયે બીજા દાવમાં બાંગ્લાદેશને 146 રનમાં આઉટ કરીને શ્રેણી 2-0થી જીતી લીધી હતી.
પ્રથમ દાવમાં 52 રનની લીડ ધરાવતા ભારતને બાંગ્લાદેશ સામે જીત નોંધાવવા માટે 95 રનની જરૂર હતી, જે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધી હતી. બાંગ્લાદેશ સામે ક્લીન સ્વીપ કરવા માટે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 95 રનનો સાધારણ ટાર્ગેટ હતો, પરંતુ ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્મા, જયસ્વાલ અને શુભમન ગીલના રૂપમાં ત્રણ આંચકાઓનો સામનો કરવો પડ્યો.
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે આ સિદ્ધિથી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારતે ફેબ્રુઆરી 2013 થી સતત 18 ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી ટેસ્ટ શ્રેણી 2012-2013માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ઈંગ્લેન્ડ સામે 1-2થી હારી ગઈ હતી.
WINNING CELEBRATION BY TEAM INDIA 🏆
– One of the Greatest Test team in cricket..!!!! pic.twitter.com/4DxXh8pPe6
— Johns. (@CricCrazyJohns) October 1, 2024
India in Test cricket at home from 2013:
Matches – 53
Won – 42
Lost – 4
Draw – 7THE GREATEST STREAK EVER 🥶 pic.twitter.com/gbQKIS6Gl5
— Johns. (@CricCrazyJohns) October 1, 2024